અગાઉ વિવાદને કારણે આ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરાયા હતા
ગાંધીનગરઃ દહેગામના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર અને તેના મળતિયાએ જમીન દસ્તાવેજોના કેસમાં 18 હજાર રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પ્રવિણભાઈ મુળજીભાઈ પરમાર (ઉં.54 વર્ષ), નાયબ મામલતદાર, દહેગામ(વર્ગ-3) અને નિતેષકુમાર જેઠાલાલ રાજન (ટાઇપિસ્ટ)ને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે.
એક વ્યક્તિની ખેતીની જમીનનું વેચાણ થયું હતું, જેમાં જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર પ્રાંતમાં તથા ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં અરજદારે અપીલ કરી હતી.આ અપીલકર્તાના કાગળો ખોવાઈ ગયા હતા, જે મામલે તેમને અરજી કરી હતી, જેમાં કાગળો ફરીથી આપવા માટે બંને આરોપીઓએ લાંચની માંગણી કરી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકામાં નાયબ મામલતદાર અને તેમનો મળતિયો આવી ગયો હતો.
જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ આપી શકો છો, એસીબીનો ટોલ ફ્રી નંબર 1064 છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++