ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્મા પર દુષ્કર્મનો અમદાવાદની એક મહિલાએ આરોપ લગાવ્યો છે, આ મામલે પીએમઓ અને સીએમઓમાં પીડિત મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, ગુજરાતનું ગૃહવિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, મામલો એટલા માટે ચિંતાનો વિષય છે કે ધર્મેન્દ્ર શર્મા પરણિત છે તેમ છંતા તેમને એક મહિલા સાથે એકથી વધુ વખત દુષ્કર્મ કર્યું હોવાના આરોપ છે, જો ધર્મેન્દ્ર શર્મા દોષિત સાબિત થાય છે તો ક્યારે રાજ્ય સરકાર તેમને સસ્પેન્ડ કરે છે ? તેના પર સૌ કોઇની નજર છે, મહિલાએ ન્યાયની માંગ સાથે સીએમઓ અને પીએમઓમાં અરજી કરી છે. પીડિત મહિલાનો આરોપ છે કે ધર્મેન્દ્ર શર્માએ પોતે અપરણિત હોવાનું કહીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. તેના ફ્લેટ પર બોલાવીને ધમકી પણ આપી હતી કે તે આ મામલે કોઇને કહેશે તો તેનું પરિણામ ખરાબ હશે.
શું છે આ સમગ્ર મામલો ?
ગાંધીનગરમાં ફરજ બજાવતા IPS ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. શર્મા જ્યારે અમદાવાદ DCP ઝોન- 2 માં ફરજ પર હતા ત્યારે પીડિત મહિલા તેમના સંપર્કમાં આવી હતી. હાલમાં શર્મા સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલમાં એસપી તરીકે ફરજ બજાવે છે, પીડિતા પાસે શર્મા સાથેના મોબાઇલ ચેટના પુરાવા, મોબાઇલ પર વાતચીત સહિના અનેક પુરાવા હોવાનો દાવો છે, એવું પણ સામે આવ્યું છે કે
કોરોના વખતે મહિનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે ધર્મેન્દ્ર શર્માએ હોસ્પિટલમાં પોતાની પત્નીની ઓળખ આપી હતી. ત્યાર બાદ મહિલાને ખબર પડી કે શર્મા પરણિત છે ત્યારે તેનાથી પીછો છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શર્મા વારંવાર ફોન કરીને તેને હેરાન કરતા હોવાના આરોપ છે.
મહિલાના પતિ સાથે ફોન પર થઇ હતી ગરમા ગરમી
આ મામલે મહિલાના પતિએ ફોન કરીને આઇપીએસ ધર્મેન્દ્ર શર્માને ખખડાવ્યાં હતા, આ ઓડિયો ક્લિપમાં શર્મા સતત નરમ દેખાયા હતા અને તેઓ કહી રહ્યાં હતા કે આપણે રૂબરૂ મળીને વાતચીત કરીશું, સામાન્ય રીતે જો કોઇ વ્યક્તિ નિર્દોષ હોય તો તે તરત જ ખોટી વાતનો પ્રતિકાર કરે છે, પરંતું અહીં તો આઇપીએસ અધિકારી શર્મા નરમ બનીને વાત કરી રહ્યાં હતા, તેના પરથી લાગી રહ્યું છે કે શર્મા દોષિત છે અને તેમની સામે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ, આઇપીએસ અધિકારી તરીકે તેમને જે આ કામ કર્યું છે તે માફીને લાયક નથી.
મહિલા જ્યારે અપરણિત હતી, ત્યારે શર્માએ પોતે અપરણિત હોવાનું કહીને દુષ્કર્મ ગુજાર્યું હતું
પીડિતાએ જણાવ્યું કે અમદાવાદમાં હું એક કેસ માટે તેમની પાસે ગઇ હતી, બાદમાં મોબાઇલ નંબરોની આપ લે થઇ હતી અને અમારી વચ્ચે વાતચીત થતી રહેતી હતી, શર્માએ પોતે અપરણિત હોવાનું જણાવ્યું હતુ અને લગ્નની લાલચ બાદ અમારી વચ્ચે સંબંધો બન્યાં હતા, બાદમાં તેમની દાહોદ બદલી થઇ હતી અને સોશિયલ મીડિયામાં તેમના પુત્રનો ફોટો જોતા હું સમજી ગઇ હતી કે તેઓ પરણિત છે, મેં તેમનાથી અંતર બનાવવાનું ચાલુ કર્યું હતુ, પરંતુ તેઓ વારંવાર મને ફોન અને મેસેજ કરીને મળવા દબાણ કરતા હતા, જેથી મે મારા પતિને આ મામલે સમગ્ર વાત કરી હતી અને બાદમાં ઉચ્ચ કક્ષાએ અમે ફરિયાદ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/