(demo pic)
Gandhinagar News: કેટલીક યુવતીઓ દ્વારા યુવાનો અને વૃદ્ધો સાથે મીઠી મીઠી વાતો કરીને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લાના એક ગામમાં રહેતા પુજારી પુત્ર માટે કન્યા શોધી રહ્યાં હતા તે દરમિયાન એક યુવતીનો ભેટો થયો અને તેઓ હની ટ્રેપમાં ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.
54 વર્ષીય આ પૂજારીને સંજય જોગી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, તેણે કહ્યું કે તમારા દીકરાના લગ્ન હું કરાવી આપીશ. છોકરીના ફોટા મોકલી આપું છું પસંદ આવે તો આગળ વાત કરીશું. પરંતુ તેણે મોકલી આપેલા ફોટા પસંદ આવ્યાં ન હતા. ત્યારબાદ સંજય દ્વારા ભારતી નામની યુવતીનો ફોટો મોકલી આપવામાં આવ્યો હતો, કહ્યું હતું કે આ બહુ ગરીબ અને જરૂરિયાતમંદ યુવતી છે તેને બનતી મદદ કરજો. જે તમને ફોન કરશે ત્યારબાદ આ પૂજારીને ભારતીએ ફોન કર્યો હતો અને અમદાવાદના ગોતા બ્રિજ નીચે મુલાકાત થઈ હતી. જ્યાં પૂજારીએ તેને કરિયાણું પણ લઈ આપ્યું હતું.
આ પછી બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો અને ફરીથી ગોતા બ્રિજ પાસે ભેગા થયા હતા તે દરમિયાન ભારતી દ્વારા હોટલમાં જઈને મસ્તી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં તપોવન સર્કલ પાસે આવેલી હોટલમાં ગયા હતા. જ્યાં પૂજારીએ 700 રૂપિયા ભાડું આપ્યું હતું. જ્યાં બે કલાક રોકાયા બાદ છૂટા પડ્યાં તા.
આ દરમિયાન સાંજે જ ભારતીએ ફોન કરીને રૂપિયા 5000ની માંગણી કરી હતી, પૂજારીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા હોટલના રૂમની અંગત પળોનો વીડિયો વાયરલ કરીને દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપીને 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ પૂજારીએ પત્ની અને પુત્રને આ હકીકત જણાવી હતી અને વૈષ્ણોદેવી સર્કલ પાસે 2 લાખ રૂપિયા આપીને વીડિયો ડીલીટ કરવાની વાત કરી હતી. જો કે અઠવાડિયા પહેલાં ફરી ભારતીએ ફોન કરીને રૂપિયા 5 લાખની માંગણી કરતા પૂજારીએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++