જો કોઇ ટલ્લી થઇને ધમાલ કરશે તો લાગશે કાયદાનો સકંજો....દારૂની છૂટ બાદ ગિફ્ટ સિટીમાં પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બનશે- Gujarat Post

09:35 PM Dec 27, 2023 | gujaratpost

ગાંધીનગરઃ નિયમોને આધીન રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી દીધી છે.આ જાહેરાતના પગલે ગિફ્ટ સિટી કલબની ડિમાન્ડ વધી ગઇ છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને તેની મેમ્બરશીપ લઇ રહ્યાં છે. ત્યારે હવે ગિફ્ટ સિટીમાં નિયમોના પાલન અંગે પણ તંત્રની જવાબદારી વધી છે. નશાબંધી અને આબકારી વિભાગની વાઈન એન્ડ ડાઈન અંગેની જાહેરાત બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે અને ગિફ્ટ સિટીમાં પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરાઇ છે. હાલ પોલીસ ચોકી છે તેની જગ્યાએ પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બનશે. દારૂની છૂટછાટના નિયમોના પાલન માટે પોલીસ સ્ટેશન બનશે. જો કોઇ દારૂ પીને કાયદો હાથમાં લેશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે.

દારૂબંધીના કાયદામાં છૂટની સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવી જરૂરી

અહીંની ગતિવિધીઓ પર પોલીસ રાખજે બાજ નજર

બીજી તરફ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગિફ્ટ સિટીમાં 500 કરોડની પ્રોપર્ટી વેચાઈ છે. ઉપરાંત છેલ્લા 5 દિવસમાં ગિફ્ટ સિટીમાં 300 યુનિટના સોદા થયા છે. કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીનું વેચાણ પિક પર છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી માટેની ઈન્કવાયરીમાં પણ 500 ટકાનો વધારો થયો છે.

ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ સિવાય મુલાકાતીઓને દારૂ પીવાની મંજૂરી છે. બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. નિયમોને આધીન અહીં દારૂબંધીના કાયદામાં છૂટ અપાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post