જેલ ખાતાના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, કર્મચારીઓના ભથ્થામાં કરાયો આટલો વધારો- Gujarat Post

01:20 PM Nov 11, 2023 | gujaratpost

(file photo)

ગાંધીનગરઃ રાજ્ય સરકારે જેલ ખાતાના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થાઓમાં વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો છે.આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ગ-3ના કર્મચારીઓ માટે જે તા.29-08-2022 થી મંજૂર થયેલ, તેજ ધોરણે તે તારીખથી લાભ આપવામાં આવશે

જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે:

જેલ સહાયક- રૂ.3500/- અગાઉ ન હતું

સિપાઈ- રૂ.4000/- અગાઉ 60 રૂપિયા હતું

હવાલદાર - રૂ.4500/- અગાઉ 60 રૂપિયા હતું

સુબેદાર - રૂ.500/- અગાઉ 60 રૂપિયા હતું

ઉપરાંત ફિક્સ પગારના જેલ સહાયકોને રૂ.150 લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.665- રજા પગાર ચુકવવામાં આવશે. જેલ પ્રભાગના વર્ગ-3ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.25માં વધારો કરીને રૂ.500 ચુકવવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post