હવે પરીક્ષા ઓનલાઇન... ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર- Gujarat Post

09:19 PM Nov 29, 2023 | gujaratpost

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હવે સંપૂર્ણ પેપર લેસ રહેશે

ઉમેદવારોએ પરીક્ષા કોમ્પ્યુટર પર આપવાની રહેશે

ટીસીએસ કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે

ગાંધીનગરઃ અનેક પેપરો લિક થયા બાદ હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. ફિઝિકલ એક્ઝામને બદલે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઇન એક્ઝામ લેવાની તૈયારી કરી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓનલાઇન એક્ઝામ માટે TCS કંપનીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એજન્સી તરીકે પસંદ પણ કરી લીધી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હવે સંપૂર્ણ પેપર લેસ રહેશે. ઉમેદવારોએ હવે પરીક્ષાઓ કોમ્પ્યુટર પર આપવાની રહેશે. કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવા માટે ગૌણ સેવા પસંદગી મંડળે એજન્સી નક્કી કરી છે. દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાઇ હોવાની વાત છે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રહેશે. સૌ પ્રથમ બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે, જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.ઉમેદવારોની સંખ્યાને આધારે આ માળખું નક્કિ કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post