ACBને મળી વધુ એક સફળતા, વલસાડના ચીફ ટીકીટ ઈન્સ્પેકટર વિજય પટેલ લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

11:06 AM Jan 01, 2024 | gujaratpost

ACB ના ઓપરેશનથી અન્ય કર્મચારીઓમાં ફફડાટ

ગાંધીનગરઃ લાંચિયા બાબુઓ સામે એસીબી સતત કાર્યવાહી કરી રહ્યું છે, દરમિયાન એસીબીએ વલસાડના ચીફ ટીકીટ ઈન્સ્પેકટર વિજય પટેલને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. રૂ.1500ની લાંચ લેતા એસીબીએ તેમને ઝડપી પાડ્યાં છે. આરોપી વિજય પટેલ ટીકીટ વગરના મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવા 200 થી 2000 સુધીની લાંચ લેતો હતો.

વિજય ચીમનભાઇ પટેલ, નોકરી સી.ટી.આઇ.(ચીફ ટીકીટ ઇન્સ્પેક્ટર) વર્ગ-3, હેડ ક્વાટર વલસાડની ધરપકડ

ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે કરાઇ હતી ટ્રેપ

એસીબીને માહિતી મળી હતી કે, અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી આવતી જતી ટ્રેનમાં ટીકીટ ચેકરો દ્વારા ટીકીટ ન લીધી હોય તેવા મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવાની અવેજ પેટે રૂ. 200 થી રૂ. 2000 સુધીની લાંચ લેવામાં આવે છે. જેને આધારે વોચ રાખીને ડિકોયરનો સહકાર મેળવીને લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વલસાડથી વડનગર જતી ટ્રેનમાં અમદાવાદથી મહેસાણા સુધી વગર ટીકીટે મુસાફરી કરવા દેવાના અવેજ પેટે રૂ.1500 ની માગણી કરીને લાંત લેતા આરોપી પકડાઇ ગયો છે. આરોપીને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીકોય કરનાર અધિકારી: ડી.એ.ચૌધરી,પો.ઈન્સ.
ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટેશન

સુપરવિઝન અધિકારી: એ.વી.પટેલ, ઇન્ચા.મદદનીશ નિયામક,એ.સી.બી, ગાંધીનગર એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post