બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો

10:05 PM Nov 17, 2025 | gujaratpost

શેખ હસીના હાલમાં ભારતની શરણમાં છે 

ઢાકાઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષી જાહેર કરવામાં આવ્યાં હતા અને ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે તેમને ફાંસીની સજા ફટકારી છે. માનવતા વિરુદ્ધ અપરાધમાં તેમને આ સજા ફટકારવામાં આવી છે. ટ્રિબ્યુનલે કહ્યું  કે, અમે માનવાધિકાર સંગઠનો અને અન્ય સંગઠનોના અનેક અહેવાલો પર વિચાર કર્યો છે. અમે ક્રૂરતાઓની વિગતો આપી છે. શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ અપરાધ કર્યા છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને માર્યા હતા. શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવાનો આદેશ આપ્યો હતો.

અવામી લીગના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા અને પાર્ટી નેતૃત્વની સંપૂર્ણ જાણકારી સાથે સુનિયોજિત હુમલાઓ કર્યા હતા. આ ઉપરાંત ટ્રિબ્યુનલે જણાવ્યું કે, મોટા ભાગના મોત પોલીસ અને ફોર્સની ગોળીઓથી થયા હતા. શેખ હસીનાની સરકારમાં સેના, પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન દ્વારા ન્યાય પ્રક્રિયાથી હટીને હત્યાઓ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ટ્રિબ્યુનલ માત્ર નામથી જ આંતરરાષ્ટ્રીય (ઇન્ટરનેશનલ) છે, તેની પાસે કોઈ આંતરરાષ્ટ્રીય સત્તા અથવા ઓળખ નથી. શેખ હસીનાએ નિર્ણય પહેલાં પોતાના સમર્થકોને મોકલેલા એક વીડિયો સંદેશમાં પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યાં અને કહ્યું કે,તેઓ ભલે નિર્ણય આપે, મને તેની પરવા નથી. 

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++