રશિયાઃ પૂર્વીય પ્રદેશ કામચાટકામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર ભૂકંપ સમુદ્રની નીચે આવ્યો હતો, ત્યાર બાદ જાપાન અને યુએસ એજન્સીઓએ સુનામી ચેતવણી જારી કરી છે.
રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. રશિયામાં આવેલા ભૂકંપ અને કેલિફોર્નિયા અને હવાઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતર્ક રહેવા જણાવ્યું છે.
This looks to be a much stronger tsunami then expected, this footage was taken from the same area that factory was seen, there is NOTHING left in that area, PLEASE TAKE THIS SERIOUSLY. #Russia #Tsunami #japan #earthquake pic.twitter.com/pBEdvd1h2b
— Mr ashen (@TheOfficialMrA1) July 30, 2025
રશિયામાં આવેલા ભૂકંપમાં એક કિન્ડરગાર્ટન સ્કૂલની ઇમારતને નુકસાન થયું છે. સારી વાત એ છે કે ભૂકંપ સમયે ઇમારતમાં કોઈ ન હતું. સુનામીની ચેતવણીને ધ્યાનમાં રાખીને હવાઈમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી શકે છે. સુનામી ચેતવણી પછી સ્થાનિકો અને પ્રવાસીઓ હવાઈ છોડી રહ્યાં છે. અહીં ત્રણ થી 12 ફૂટ ઊંચા દરિયાઈ મોજા ઉછળવાની શક્યતા છે.
Video shows just how STRONG underground TREMORS got
— RT (@RT_com) July 30, 2025
Cars start MOVING like crazy pic.twitter.com/dLHeLuGBpg
જાપાનમાં સુનામીની ચેતવણીને ધ્યાનમાં રાખીને ફુકુશિમા પરમાણુ પ્લાન્ટ ખાલી કરાવવામાં આવ્યો છે. 2011માં આવેલા 9.0 ની તીવ્રતાના ભૂકંપ અને ત્યારબાદ આવેલા સુનામીથી ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં સુનામીના મોજાઓએ પ્લાન્ટની પાવર અને કૂલિંગ સિસ્ટમને પછાડી દીધી, જેના પરિણામે રિએક્ટરમાં પીગળવા લાગ્યો અને કિરણોત્સર્ગી લીક થયું.
હાલમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી. પરંતુ લોકોને સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે. રશિયાના કામચાટકામાં આ મહિને પાંચ વખત ભૂકંપ આવ્યા છે. 4 નવેમ્બર, 1952 ના રોજ, કામચાટકામાં 9 ની તીવ્રતાના ભૂકંપથી નુકસાન થયું હતું. રશિયાના કામચાટકામાં આવેલા ભૂકંપને ૧૯૫૨ પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે.
કામચાટકા એ રશિયાનો એક દ્વીપકલ્પ છે, જે રશિયાના દૂર પૂર્વ ભાગમાં સ્થિત છે. તે સાઇબિરીયાના પૂર્વ છેડે પ્રશાંત મહાસાગરના કિનારે આવેલું છે. ભૌગોલિક રીતે તે રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે અને ઉત્તરમાં બેરિંગ સમુદ્ર, દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલું છે.
અમેરિકન સમોઆ, એન્ટાર્કટિકા, કોલંબિયા, કૂક આઇલેન્ડ, કોસ્ટા રિકા, અલ સાલ્વાડોર, ફિજી, ગુઆમ, ગ્વાટેમાલા, હોલેન્ડ અને બેકર, ઇન્ડોનેશિયા, જાર્વિસ આઇલેન્ડ, કર્માડિસ આઇલેન્ડ, કિરીબાતી, માર્શલ આઇલેન્ડ, મેક્સિકો, મિડવે આઇલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નિકારાગુઆ, પલાઉ, પાલમિરા આઇલેન્ડ, પનામા, પાપુઆ ન્યૂ ગિની, પેરુ, ફિલિપાઇન્સ, સમોઆ, તાઇવાન, ટોંગા અને વનુઆતુ સુનામીની ઝપેટમાં આવી શકે છે.
❗️FIRST pic of a kindergarten in Russia after walls COLLAPSED from earthquake
— RT (@RT_com) July 30, 2025
There were no children inside, everyone was able to evacuate in time https://t.co/mEmIhVlr3c pic.twitter.com/SS7XRq1lFM
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/