ફારુક અબદુલ્લાએ આતંકી હુમલાની નિંદા કરી, પાકિસ્તાને મિત્રતા રાખવી હોય તો આ બધું નહીં ચાલે

03:52 PM Oct 21, 2024 | gujaratpost

શ્રીનગરઃ ગાંદરબલ ગગનગીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે રાજકીય વાતાવરણ ગરમ છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ મજૂરો પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાનને કહેવા માંગે છે કે જો તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તો તેમણે આતંકવાદને ખતમ કરવો પડશે અને જમ્મુ-કાશ્મીરના લોકોને સન્માન સાથે જીવવા દેવા પડશે.

જો તમારે ભારત સાથે મિત્રતા રાખવી હોય તો..

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે હું પાકિસ્તાન સરકારને કહેવા માંગુ છું કે જો તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તો આતંકવાદને ખતમ કરો. કાશ્મીર પાકિસ્તાન નહીં બને. આપણે ગૌરવ સાથે જીવવું જોઈએ અને સફળ થવું જોઈએ. જો આ લોકો 75 વર્ષ સુધી પાકિસ્તાન નથી બનાવી શક્યા તો હવે કેવી રીતે શક્ય બનશે ? આતંકવાદને ખતમ કરવાનો સમય આવી ગયો છે, નહીં તો પરિણામ ખૂબ જ ગંભીર હશે. જો નિર્દોષ લોકોને મારી નાખશો તો વાતચીત કેવી રીતે થશે ?

વિશેષ ટીમ તપાસ માટે ગગનગીર પહોંચી

ગગનગીર આતંકી હુમલાની ઘટનાની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના ગગનગીર વિસ્તારમાં રવિવારે સાંજે કન્સ્ટ્રક્શન સાઇટ પર આતંકવાદીઓએ હુમલો કરતા 7 લોકોનાં મોત થયા છે. સુરક્ષા દળોએ ગગનગીર, સોનમર્ગ અને ગાંદરબલના વિસ્તારોને ઘેરી લીધા છે અને આતંકીઓની શોધખોળ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++