Fact Check: ઐશ્વર્યા રાયને લઈને રાહુલ ગાંધી આ શું બોલ્યાં ? અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલો છે મામલો

11:34 AM Feb 21, 2024 | gujaratpost

Gujarat Post Fact Check News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસવર્લ્ડ ઐશ્વર્યા રાયને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. આ વખતે રાહુલ ગાંધીએ ઐશ્વર્યા રાયને લઈને દાવો કર્યો છે.જે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન પર પણ ટિપ્પણી કરી હતી.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) સભ્યોની ગેરહાજરી પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ અમિતાભ બચ્ચન અને તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું, શું તમે રામ મંદિરમાં અભિષેક વિધિ જોઈ ? શું ત્યાં એક પણ OBC ચહેરો હતો ? અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને નરેન્દ્ર મોદી હતા. રાહુલ ગાંધીએ રવિવારે યુપીના પ્રયાગરાજમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ ભાષણ આપ્યું હતું. રાહુલ ગાંધીના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયો શેર કરીને, સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે ઐશ્વર્યા રાય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર ન હતી.

Gujarat Post Fact Check News: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાયેલા રાય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બચ્ચન પરિવારમાંથી માત્ર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન જ ગયા હતા. ઐશ્વર્યા રાયના રામ મંદિર પહોંચવાના કે આમંત્રણ મળ્યાંનો મીડિયા રિપોર્ટ્સમાં ક્યાંય ઉલ્લેખ નથી. ઐશ્વર્યા રાયે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રામ મંદિરના દર્શનની જાણકારી આપી છે. અમિતાભ બચ્ચને પણ ઈન્સ્ટા પોસ્ટ દ્વારા રામ મંદિરની તસવીરો શેર કરી હતી, પરંતુ તેમાં ઐશ્વર્યા ન હતી.આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાયને રામ મંદિરમાં જોવા મળ્યાંનું રાહુલ ગાંધીનું નિવેદન ખોટું છે. ઐશ્વર્યા રાય પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રાહુલ ગાંધી પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે.

Rahul G calls Aishwarya Rai a nachne wali.

No feminist outrage & no harsh words from Angry Old Woman.

Imagine if a BJP leader had made these comments about a nachne wali......! pic.twitter.com/8K60CgxtKg

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post