Fact Check: તાજેતરમાં જ ઉત્તરાખંડના પૂર્વ ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ પર ઉમેશ કુમાર નામના અપક્ષ ધારાસભ્ય પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હોવાનો દાવો કરવામં આવી રહ્યો છે.
આ દરમિયાન પ્રણવ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ વીડિયો ખાનપુરના ધારાસભ્ય ઉમેશ સિંહની ઓફિસ પર થયેલા હુમલાનો છે.
તપાસ
ફેક્ટ ચેકે વાયરલ વીડિયોની કીફ્રેમ્સને રિવર્સ સર્ચ કરીને જોયું તો આ વીડિયોથી સંબંધિત 2019ના ઘણા સમાચાર મળ્યાં છે. જ્યારે આ વીડિયો 2019માં સામે આવ્યો હતો, ત્યાર બાદ તરત જ તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતા.
નિષ્કર્ષ
તે સ્પષ્ટ છે કે પ્રણવ સિંહનો એક જૂનો વીડિયો તાજેતરનો હોવાનો તરીકે દર્શાવીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++