Gujaratpost Fack Check: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. બંને બાજુથી હવાઈ હુમલા અને ગોળીબાર ચાલુ છે. આ દરમિયાન, પાકિસ્તાન દ્વારા પણ અનેક પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારઝામીએ પાકિસ્તાનના દાવાને નકારી કાઢ્યો કે ભારતે અફઘાન ભૂમિ પર મિસાઇલ હુમલો કર્યો હતો.
પાકિસ્તાનનો દાવો સંપૂર્ણપણે ખોટો
અફઘાનિસ્તાને પાકિસ્તાનના આવા દાવાને ખોટો ગણાવ્યો છે. સંરક્ષણ પ્રધાન ખ્વારઝામીએ જણાવ્યું કે ભારતની મિસાઇલ અફઘાન ધરતી પર પડવા અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે.
એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની મિસાઇલ અફઘાનિસ્તાનમાં પડી હતી
દુશ્મન દેશે આરોપ લગાવ્યો હતો કે ભારતે પાકિસ્તાન સામેના મિસાઇલ હુમલામાં અફઘાનિસ્તાનને પણ નિશાન બનાવ્યું હતું. કેટલીક મિસાઇલો અફઘાનિસ્તાનમાં પડી છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
અફઘાનિસ્તાનના એક મીડિયા સંગઠન હુર્રિયત રેડિયો અંગ્રેજીએ કહ્યું કે અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ દાવાઓને નકારી કાઢ્યાં
અફઘાનિસ્તાનના સંરક્ષણ પ્રધાન તેમજ ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપને નકારી કાઢ્યો છે. જણાવ્યું છે કે અફઘાન લોકો તેમના વિરોધીઓથી સારી રીતે વાકેફ છે. ત્યાંના લોકો સમજી શકે છે કે કયા દેશે વારંવાર અફઘાનિસ્તાનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++