છત્તીસગઢઃ કોંગ્રેસ લિડર અને પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પરિવાર પર ઇડીએ સકંજો કસ્યો છે, તેમના અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલના પરિષર સહિત 15 ઠેકાણાંઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી કરી છે.
છત્તીસગઢના કરોડો રૂપિયાના દારુ કૌભાંડમાં ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં હવે કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમના પુત્રનું નામ આવતા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસમાં મે 2024 માં ઇડીએ પૂર્વ IAS અનિલ તુટેજા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિતના લોકોની અંદાજે 205 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી, અંદાજે 161 મિલકતો પર ઇડીએ કબ્જો કરી લીધો હતો અને હવે ફરીથી આ કેસમાં કાર્યવાહી કરાઇ રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++