શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં અગાઉ રાજ કુન્દ્રાની થઇ હતી ધરપકડ

10:52 AM Nov 30, 2024 | gujaratpost

મુંબઇઃ પોર્નોગ્રાફી કેસમાં શુક્રવારે EDએ સાંતાક્રુઝમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના ઘરે દરોડા પાડ્યાં હતા. આ દરોડાની કાર્યવાહી સવારે 6 વાગ્યાથી ચાલી રહી છે. આ કેસમાં અગાઉ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિના ઘર સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સી 15 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મહારાષ્ટ્ર સહિત ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ઇડીએ ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર બિટકોઈન દ્વારા મની લોન્ડરિંગનો આરોપ છે. જેના કારણે EDએ આ મામલે તપાસ કરી હતી. જે બાદ 3 ઓક્ટોબરે EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જુહુનો બંગલો અને પુણેનું ફાર્મહાઉસ ખાલી કરવાની નોટિસ આપી હતી. રાજ કુન્દ્રાએ આ નોટિસ વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. 27 નવેમ્બરે EDએ દરોડાની નોટિસ આપી હતી. EDની ટીમ સવારે 6 વાગ્યાથી જ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ગઈ હતી.

શું આ આખો મામલો છે ?

વર્ષ 2017માં ગેઈન બિટકોઈન નામની ઈન્વેસ્ટમેન્ટ કંપની શરૂ કરવામાં આવી હતી. લોકોને બિટકોઈનની માઇન કરવા માટે આ કંપનીમાં રોકાણ કરવા માટે બનાવવામાં આવ્યાં હતા. જેના બદલામાં લોકોને 10 ટકાનું ભારે વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. લોકોએ આ પોન્ઝી સ્કીમમાં ઘણા પૈસા લગાવ્યાં હતા. પરંતુ 2018માં માત્ર એક વર્ષ બાદ આ કંપનીનો પર્દાફાશ થયો હતો.

લોકોના પૈસા ડૂબવા લાગ્યા ત્યારે ફરિયાદો નોંધવામાં આવી હતી. આ પછી, 2018 અને 2019 માં મહારાષ્ટ્ર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી. જ્યારે આ મામલો ED પાસે પહોંચ્યો ત્યારે અમિત ભારદ્વાજ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અમિત ભારદ્વાજના ખાતામાંથી રાજ કુંદ્રાને 285 બિટકોઈન મોકલવામાં આવ્યાં હતા. જે બાદ રાજ કુન્દ્રાનું નામ પણ આ કેસમાં સામેલ થયું હતું. આ બિટકોઈન્સની કિંમત 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે આ કેસમાં EDએ રાજ કુન્દ્રાના ઘરે દરોડા પાડ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++