EDની મોટી કાર્યવાહી, અમેરિકામાં વોન્ટેડ આરોપી પાસેથી 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત

09:49 AM Feb 16, 2025 | gujaratpost

આ કેસમાં આરોપીઓની શોધખોળ થઇ રહી છે

અમદાવાદઃ એક મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અમેરિકામાં વોન્ટેડ આરોપી પાસેથી રૂ. 1,646 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશી નાગરિકોએ પણ બિટકનેક્ટમાં રોકાણ કર્યું છે અને મુખ્ય આરોપી યુએસમાં ફેડરલ સત્તાવાળાઓ દ્વારા તપાસ હેઠળ છે. EDએ છેતરપિંડીભરી રોકાણ યોજનામાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે રૂ. 1,646 કરોડની કિંમતની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. આ માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સિક્યોરિટીઝ રોકાણનાં નામે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

રોકડ, વાહન અને અનેક સાધનો જપ્ત કર્યા

EDની અમદાવાદ ઓફિસે શનિવારે BitConnect Loan Program દ્વારા રોકાણ તરીકે સિક્યોરિટીઝના છેતરપિંડી અને અનરજિસ્ટર્ડ ઑફર અને વેચાણને લગતા કેસમાં સર્ચનો નવો રાઉન્ડ પૂરો કરીને 13.50 લાખ રૂપિયા રોકડા, એક વાહન અને અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસમાં આ છેતરપિંડી નવેમ્બર, 2016 અને જાન્યુઆરી, 2018 (નોટબંધી પછી) વચ્ચે થઈ હતી

આ વ્યવહાર ડાર્ક વેબ દ્વારા થયો હતો

સૂત્રોએ જણાવ્યું કે ડાર્ક વેબ દ્વારા ઘણા વ્યવહારો કરવામાં આવ્યાં હતા, જેના કારણે તે શોધી શકાયા નથી. તેમણે કહ્યું કે એજન્સીએ કેટલાક વેબ વૉલેટ્સનું નિરીક્ષણ કર્યું અને તે વૉલેટ્સ અને જગ્યાઓ પર નજર રાખવા માટે જમીન પર ગુપ્ત માહિતી એકઠી કરી. જ્યાં ઉપરોક્ત ક્રિપ્ટોકરન્સી ધરાવતા ડિજિટલ સાધનો ઉપલબ્ધ હતા. 1,646 કરોડની કિંમતની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરવામાં આવી હતી અને એજન્સીના વિશેષ ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે મની લોન્ડરિંગની મોટી તપાસમાં વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી હતી, જે હજુ પણ ચાલુ છે. એજન્સીએ આ કેસમાં અગાઉ 489 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++