(demo pic)
Offbeat News: ભારતનો વધતો સમૃદ્ધ વર્ગ હાઈ-એન્ડ દારૂના વેચાણમાં વધારો કરી રહ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડના એક સંશોધકના જણાવ્યાં અનુસાર, સ્કોચ વ્હિસ્કી અને ફાઇન વાઇનના વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે, જે યુએસ અને ચીનમાં વપરાશમાં વૃદ્ધિના દર કરતાં વધુ ઝડપી છે. ઝુરિચ સ્થિત વરિષ્ઠ લક્ઝરી બ્રાન્ડ બિલ્ડર અને ગ્રાહક અનુભવ નિષ્ણાંત સિમોન જોસેફે જણાવ્યું કે, ‘એક સબકૅટેગરી જ્યાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે અને પાંચ વર્ષમાં યુએસ કરતાં બમણા દરે વૃદ્ધિ કરી રહી છે તે છે સ્કોચ લક્ઝરી વ્હિસ્કી.
ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનના સંશોધક જોસેફે જણાવ્યું કે વિવિધ ડેટા અનુમાન મુજબ, લક્ઝરી સ્કોચ વ્હિસ્કી માર્કેટ પણ 2024ના અંત સુધીમાં 16 ટકાના વાર્ષિક દરે વધી રહ્યું છે. યુકે સ્થિત સ્કોચ વ્હિસ્કી એસોસિએશન (SWA)ના ડેટાને ટાંકીને જોસેફે જણાવ્યું કે ભારતમાં સ્કોચ વ્હિસ્કીની નિકાસ 2022 સુધીમાં 66 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામશે, જે યુએસ, ચીન અને અન્ય મહત્વપૂર્ણ બજારો કરતાં આગળ છે.
ભારતનો વધતો સમૃદ્ધ વર્ગ હાઈ-એન્ડ દારૂના વેચાણમાં વધારો કરી રહ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડના એક સંશોધકના જણાવ્યા અનુસાર, સ્કોચ વ્હિસ્કી અને ફાઇન વાઇનના વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે, જે યુએસ અને ચીનમાં વપરાશમાં વૃદ્ધિના દર કરતાં વધુ ઝડપી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/