પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહની અંતિમ યાત્રા, સોનિયા-રાહુલ સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

04:51 PM Dec 28, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે 11.45 કલાકે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર  દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી સવારે 9 વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં પક્ષના નેતાઓ અને કાર્યકરોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટર 24 અકબર રોડ ખાતે રાખ્યા બાદ સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પક્ષના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટર 24 અકબર રોડ ખાતે રાખવામાં આવ્યાં બાદ સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય ઘણા પક્ષના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સિંહની પત્ની ગુરશરણ કૌર અને તેમના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોંગ્રેસ મુખ્યાલયમાં હાજર હતા.

પૂર્વ વડાપ્રધાનની અંતિમ ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પહેલેથી જ કતારમાં હતા અને તેઓએ અશ્રુભીની આંખો સાથે ભારતીય રાજકારણના સૌમ્ય નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિના થોડા સમય બાદ સિંહની અંતિમ યાત્રા શરૂ થઈ હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહ આર્મી મેમોરિયલ ટ્રકમાં છે. તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે, જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બેઠા છે. ટ્રકમાં રાહુલ ઉપરાંત મનમોહન સિંહનો પરિવાર પણ હાજર છે. સેનાની ટ્રકની બંને તરફ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++