+

સુરતમાં નાયબ કાર્યપાલક ઇજનેર રૂ.50 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

સુરતઃ ફરીયાદીના સુરત ભાટપોર જી.આઇ.ડી.સી.માં બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના છે. જી.આઇ.ડી.સી.નાં જુના બનેલા શેડનું ડિમોલેશન કરવાનું હતું. જેની ફરીયાદીએ પરવાનગી મેળવવા અરજી કરી હતી. જે બંન્ને પ્

સુરતઃ ફરીયાદીના સુરત ભાટપોર જી.આઇ.ડી.સી.માં બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના છે. જી.આઇ.ડી.સી.નાં જુના બનેલા શેડનું ડિમોલેશન કરવાનું હતું. જેની ફરીયાદીએ પરવાનગી મેળવવા અરજી કરી હતી. જે બંન્ને પ્લોટનાં શેડની ડિમોલેશનની પરવાનગી આપવાની કાર્યવાહી કરી આપવાનાં અવેજ પેટે પરિમલ ખંડુભાઇ પટેલ, ઉ.વ.38, નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-2, રીઝનલ ઓફીસ જી.આઇ.ડી.સી.ભાટપોર, સુરતે ફરીયાદી પાસે રૂ.50,000 ની લાંચની માંગણી કરી હતી. 

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરીને આરોપી પરિમલ પટેલને રૂ.50,000 ની લાંચની રકમ નાયબ કાર્યપાલક ઇજનેર, રીઝનલ ઓફીસ જી.આઇ.ડી.સી. ભાટપોર સુરતની ઓફીસમાં સ્વીકારતા ઝડપી લીધા હતા.

ટ્રેપીંગ અધિકારી: કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટેશન, સુરત તથા એ.સી.બી. સ્ટાફ 

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter