+

બાયડઃ આંબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો, પતિ-પત્ની અને પુત્રનું મોત

અરવલ્લીઃ બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. 10 સપ્ટેમ્બરના સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર સ

અરવલ્લીઃ બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. 10 સપ્ટેમ્બરના સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર સવાર દંપત્તી બાળકને લઇને દહેગામ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે, એક ઝડપથી આવી રહેલી એક કારે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર પરિવાર નીચે પટકાયો હતો. 

બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું. તેમના પત્ની અને બાળકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં હતા, ત્યારે જ રસ્તામાં તેમનું મોત થયું હતું.  

ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો વસૈયા પરિવાર બાઈક પર સવાર થઇને દહેગામ જઇ રહ્યો હતો. બાયડ-અમદાવાદ રોડ પર જીઈબી સબસ્ટેશન નજીક, સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક બલેનો કાર નં. GJ ૦1 HY 0804ના ચાલકે ઓવરટેક કરવા જતાં બાઇકને ટક્કર મારી હતી.

કાર અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ધડાકાભેર અથડાતા આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ કાર રોડ પરથી નીચે ખેતરમાં ધસડાઈ ગઈ હતી, કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મૃતકોમાં યોગેશ લુજાભાઈ વસૈયા (ઉં.વ-31), તેમના પત્ની નિરૂબેન યોગેશભાઈ વસૈયા (ઉં.વ-23) પુત્ર આરવકુમાર યોગેશભાઈ વસૈયા (ઉં.વ-7)નો સમાવેશ થાય છે. પોલીસે આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર કારચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter