મુન્દ્રાઃ તાલુકાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
ભોરારા ગામ નજીક આવેલા કેમ્પમાં રહેતા સુરજબાએ તેમના ત્રણ બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે. તેમાં ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે તેમની માતા સુરજબા (ઉ.વ-35) ની હાલત ગંભીર હોવાથી મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતકોમાં રવિરાજસિંહ સોઢા (ઉ.વ-12), હરદેવસિંહ સોઢા (ઉ.વ-8), યુવરાજસિંહ સોઢા (ઉ.વ-5) નો સમાવેશ થાય છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્રણેય મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે. આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/