મુંબઇઃ મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યાં છે. અહેવાલો અનુસાર, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારને લઈ જતું વિમાન બારામતીમાં ક્રેશ થયું છે.
વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું. તે અહીં એક કાર્યક્રમ માટે આવી રહ્યાં હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિમાન ક્રેશ-કયા ટેકનિકલ ખામીને કારણે થયું છે.
અજિત પવારનું વિમાન ખેતરમાં ક્રેશ થયું અને આખું વિમાન રાખમાં ફેરવાઈ ગયું છે. વીડિયોમાં ક્રેશ સ્થળના ફોટામાં વિમાનના ટુકડા જોવા મળે છે. ફોટામાં દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર હોવાનું જણાય છે. સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યાં છે. એમ્બ્યુલન્સ અને અન્ય તબીબી સહાય મોકલવામાં આવી છે.
પુણે ગ્રામીણ પોલીસે મહત્વની માહિતી જાહેર કરી છે. એવું જાણવા મળ્યું છે કે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત થઇ ગયું છે.
5 લોકોના મોત - DGCA
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પણ બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. DGCA એ જણાવ્યું છે કે આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.