(ફોટોઃ સૌ.એએનઆઇ)
Delhi News: રાજધાની દિલ્હીમાં દિવાળીના દિવસે ફટાકડાની સાથે ફાયરિંગ પણ થયું હતું.. શાહદરા વિસ્તારમાં બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક સગીર ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શાહદરાના ફરશ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે એક ઘાયલ થયો છે. પીસીઆરને ગુરુવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ફરશ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની માહિતી મળી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આકાશ (ઉ.વ.40) અને ઋષભ (ઉ.વ.16)ના મોત થયા હતા અને ક્રિશ શર્મા (ઉ.વ.10) ઘાયલ થયા હતા
ડીસીપી શાહદરા પ્રશાંત ગૌતમે કહ્યું, રાત્રે લગભગ 8.30 વાગ્યે એક પીસીઆર કોલ આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે બિહારી કોલોનીમાં ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. ફાયરિંગ કરતાં પહેલા આકાશ શર્માના ચરણ સ્પર્શ કર્યાં હતા. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવતનો મામલો હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે પીડિતાના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવશે અને વધુ તપાસ ચાલી રહી છે.
#WATCH | Delhi: DCP Shahdara Prashant Gautam says, "At around 8.30 pm, we received a PCR call informing that there had been firing in the Bihari Colony and some people were injured. Upon reaching the spot, it was known that Akash (40) his nephew Rishab (16) and his son Krish (10)… https://t.co/BqAwGVwH9E pic.twitter.com/swBryX1AXc
— ANI (@ANI) October 31, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/