Delhi Politics: આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કૈલાશ ગેહલોતે પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. તેમણે કેજરીવાલને એક પત્ર મોકલ્યો છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હીના મંત્રી અને AAP નેતા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, શીશ મહેલ જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જે હવે દરેકને શંકા કરી રહ્યા છે કે શું આપણે હજુ પણ આમ આદમી તરીકે માનીએ છીએ. કેન્દ્ર સામે લડવામાં પોતાનો સમય વિતાવવા કરતાં AAP સાથે અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.
દિલ્હીની ગત સરકારમાં પરિવહન અને પર્યાવરણ વિભાગનો હવાલો સંભાળનાર કૈલાશ ગેહલોતે આ વખતે પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ વખતે કૈલાશ નજફગઢ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના અજીત સિંહ ખરખારીને હરાવીને જીત્યા હતા. ગત વખતે જ્યારે ગેહલોત પર્યાવરણ મંત્રી હતા ત્યારે દિલ્હીની હવાને લઈને વિવિધ પગલાં લેવામાં આવ્યાં હતા, જેના પરિણામે પ્રદૂષણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++