કન્ટેનરે બાઇક સવાર દંપત્તિને પાછળની ટક્કર મારી
ઘટના સ્થળે જ દંપત્તિનું કમકમાટીભર્યું મોત
અકસ્માત સર્જીને ચાલક ફરાર થઈ ગયો
દાહોદઃ દિવાળીના દિવસે દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કન્ટેનરે બાઈકને ટક્કર મારતા બે લોકોનાં મોત થયા છે અને એક ઘાયલ છે. કન્ટેનરે બાઈકને પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક પર સવાર દંપત્તિનું મોત થયું હતું.
ઢઢેલા ગામે હાઈવે પર આ ગમખ્વાર ઘટના બની હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બાઈકને ટક્ટર મારી કન્ટેનર ચાલક કન્ટેનર લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીના દિવસે મોતની આ ઘટનાથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
થોડા દિવસ પહેલા વલસાડ ધરમપુર ચોકડીના બ્રિજ પર પણ આવી ઘટના બની હતી. મોપડે પર સવાર 2 મહિલાઓને અજાણ્યા ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિલમાં ખસેડવામાં આવી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો