+

રાજ્યમાં સતત બીજા દિવસે મોટો અકસ્માત, હળવદ પાસે બસ પલટી જતાં 9 લોકો ઘાયલ- Gujarat Post

ગુજરાતના રોડ રસ્તા બની રહ્યાં છે રક્તરંજિત સરકારના અનેક પ્રયાસો છતાં નથી અટકી રહ્યાં ગમખ્વાર અકસ્માતો રાજકોટઃ રાજ્યમાં ગોઝારા અકસ્માતની વણઝાર ચાલુ છે. મોરબીના હળવદ પાસે શ્રદ્ધાળુઓને ભરીને ધાર્મિ

ગુજરાતના રોડ રસ્તા બની રહ્યાં છે રક્તરંજિત

સરકારના અનેક પ્રયાસો છતાં નથી અટકી રહ્યાં ગમખ્વાર અકસ્માતો

રાજકોટઃ રાજ્યમાં ગોઝારા અકસ્માતની વણઝાર ચાલુ છે. મોરબીના હળવદ પાસે શ્રદ્ધાળુઓને ભરીને ધાર્મિક પ્રવાસે જઇ રહેલી બસ પલટી મારી જતાં 9 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. ગાંધીનગરના અડાલજથી કચ્છના ધાર્મિક પ્રવાસે ઉપડેલી ખાનગી લક્ઝરી બસને મોરબીના હળવદ પાસે  દેવળીયા નજીક મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં બસ રોડની સાઇડમાં ઉતરી જઇને પલટી ખાઇ ગઇ હતી. આ બસમાં કુલ 56 જેટલા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યાં હતા, જેમાંથી 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતા અને તમામ મુસાફરોને બહાર કાઢ્યાં હતા. 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

એક દિવસ પહેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પરની પાછળ સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી બસ ઘૂસી ગઈ હતી. બસમાં સવાર 6 લોકોનાં મોત થયા હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter