DRI એ ડ્રગ્સની 30 કરોડ રૂપિયાની ટેબ્લેટ જપ્ત કરી, જાણો વધુ વિગતો

09:15 PM Jun 22, 2024 | gujaratpost

આસામઃ ફરી એક વખત ડીઆરઆઇએ ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે, આ વખતે આસામથી 30 કિલો મેથામ્ફેટામાઈનની ગોળીઓ જપ્ત કરીને બે વ્યક્તિને ઝડપી પાડ્યાં છે, Directorate of Revenue Intelligence (DRI) ને મોટી સફળતા મળી છે.  

કરોડો રૂપિયાની ટેબ્લેટ જપ્ત કરી લેવામાં આવી

બાતમીને આધારે ડીઆરઆઇએ કરી મોટી કાર્યવાહી

આઇઝવાલ, મિઝોરમથી સિલચર(આસામ) જતા એક વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ, ત્યારે તેમાંથી ટેબ્લેટ ઝડપાઇ હતી અને આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યાં હતા. એજન્સી તપાસ કરી રહી છે કે આવી રીતે આ ગેંગ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી કરી છે કે નહીં અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો. નોંધનિય છે કે અહીં અગાઉ પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526