Cyclone Dana: ઓડિશાના ભદ્રક જિલ્લામાં વાવાઝોડું દાનાની અસર થઈ શરૂ, તીવ્ર પવન ફૂંકાવાની શરૂઆત- Gujarat Post

10:42 AM Oct 24, 2024 | gujaratpost

Cyclone Dana: ચક્રવાત ડાના ઓડિશાના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકારે રાજ્યના 14 જિલ્લાઓમાંથી લગભગ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે, હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત શુક્રવારે સવારે બંગાળની ખાડી નજીક ભદ્રક જિલ્લામાં આવેલા ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન અને ધામરા બંદર પર ત્રાટકી શકે છે. ચક્રવાતના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે પહેલેથી જ શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે માછીમારોને 26 ઓક્ટોબર સુધી ઊંડા સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. આ સિવાય 200 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે દરિયાકાંઠે અથડાતા ચક્રવાતની પ્રક્રિયા 24 ઓક્ટોબરની રાત્રે શરૂ થશે અને 25મીની સવાર સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે દરિયાકાંઠે અથડાતા પહેલા તેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે દરિયાકાંઠે તેની અથડાવાની પ્રક્રિયા સામાન્ય રીતે ધીમી હોય છે, તેમાં પાંચથી છ કલાકનો સમય લાગે છે. હાલ દાના વાવાઝોડું છેલ્લા છ કલાકમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

સરકારે કટોકટીનો સામનો કરવા માટે NDRF, ફાયર કર્મીઓની 288 ટીમો તૈનાત કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ કહ્યું કે સંવેદનશીલ જિલ્લાઓમાં 3,000 થી વધુ ગામોની ઓળખ કરવામાં આવી છે, જ્યાંથી લગભગ 10.60 લાખ લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સિવાય લગભગ 6,000 રાહત કેમ્પ બનાવવામાં આવ્યાં છે. ચક્રવાતી તોફાન દાનાના કારણે ઓડિશાના ભદ્રક જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું આજે મધ્યરાત્રિએ ઓડિશા અને બંગાળના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++