રાજકોટમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે ક્રૂરતા, શિક્ષિકા સામે POCSO હેઠળ કાર્યવાહી

09:59 AM Apr 20, 2025 | gujaratpost

- પીડિતાએ તેની માતાને દુખાવાની ફરિયાદ કરી હતી

- તબીબી તપાસમાં આંતરિક ઈજાને કારણે ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું

- બાળકીના ગુપ્તાંગમાં પેન નાખવામાં આવી હોવાના આરોપ

Trending :

રાજકોટઃ એક શિક્ષિકા વિરુદ્ધ ચાર વર્ષની વિદ્યાર્થીનીને માર મારવા અને તેના ગુપ્તાંગને ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યાં અનુસાર પીડિતાએ તેની માતાને દુખાવાની ફરિયાદ કરી હતી. તબીબી તપાસમાં આંતરિક ઈજાને કારણે ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.

POCSO હેઠળ કેસ નોંધાયો

શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં મિત્તલ નામનાં શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. 11-12 એપ્રિલના રોજ માતાની ફરિયાદના આધારે ખાનગી શાળાના 42 વર્ષીય શિક્ષિક વિરુદ્ધ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોક્સો) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

શિક્ષકે તેને માર માર્યો

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું હતું કે બાળકીની માતાએ કહ્યું છે કે તેમની પુત્રીએ કહ્યું હતું કે શિક્ષકે તેને માર માર્યો હતો. બાળકી બરાબર બોલી શકતી નથી. શિક્ષિકાએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા છે.

વર્ગખંડના સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા

શાળાએ 11 એપ્રિલના વર્ગના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા અને દાવો કર્યો કે આવી કોઈ ઘટના બની નથી. દરમિયાન NSUI ના સભ્યોએ ગુનેગાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન બાદ તેમાંથી કેટલાકને થોડા સમય માટે અટકાયતમાં રાખવામાં આવ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++