ગાઝીપુરઃ મુખ્તાર અંસારીની દફનવિધી પહેલા તેમના મોહમ્મદાબાદના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદમાં દફનાવવામાં આવ્યાં છે.
ગાઝીપુર નિવાસની બહાર સુરક્ષા વધારી દેવાઇ
મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર પહેલા ગાઝીપુર નિવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સપા ધારાસભ્ય અને મુખ્તાર અંસારીના ભત્રીજા મોહમ્મદ સુહૈબ અન્સારીએ જણાવ્યું કે અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેકને તેમને જોવાનો મોકો મળશે. હું અહીં ઉપસ્થિત દરેકને શાંતિ જાળવવા વિનંતી કરું છું.
મોડી રાત્રે તેમનો મૃતદેહ લવાયો હતો
મુખ્તાર અંસારીના મૃતદેહ પોલીસ દળ સાથે રાત્રે 1:15 વાગ્યે તેમના વતન મોહમ્મદાબાદ સ્થિત નિવાસસ્થાને લવાયો હતો. અને અહીં તેમના હજારો સમર્થકો ઉમટી પડ્યાં હતા.
મુખ્તારની કબર તેમના પિતા અને માતાની કબરો પાસે બનાવાઇ હતી. ભારે સુરક્ષા વચ્ચે મુખ્તારનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં પહોંચ્યો હતો. બાંદાથી જિલ્લાના મોહમ્મદાબાદ પહોંચવામાં સાડા આઠ કલાકથી વધુ સમય લાગ્યો હતો. તેમની અંતિમવિધીમાં તેમના હજારો ચાહકો પહોંચ્યાં હતા.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો