Haryana: પત્નિએ હૉટસ્પોટ ઓન ન કરતાં પતિએ ગળું કાપીને ઉતારી મોતને ઘાટ, જાણો વિગતો- Gujarat Post

10:26 AM Aug 01, 2024 | gujaratpost

Haryana Crime News: હરિયાણાના રોહતકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ તેના મોબાઇલનું હોટ સ્પોટ શરૂ કરવાનો ઇનકાર કરતાં પતિએ તેની હત્યા કરી નાંખી હતી. મદીના ગામમાં બનેલા હત્યા કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પત્નીએ હું કામ કરું છું એટલે હોટ સ્પોટ નહીં શરૂ કરું તેમ કહેતા ગુસ્સાથી લાલચોળ થયેલા પતિએ તિક્ષ્ણ હથિયાર ઉપાડ્યું અને ઢોર બાંધવાની જગ્યા સાફ કરી રહેલી  પત્નીનું ગળું કાપી નાખ્યું હતુ, આ પછી તે લાશને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ જે હથિયાર વડે તેની પત્નીની હત્યા કરી હતી તે હથિયાર પોલીસે કબ્જે કર્યું છે. આરોપી પતિ અજય પાસેથી ઘણા હથિયારો મળી આવ્યાં છે. પોલીસે ઘર નજીકથી જ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે મૃતક રેખાની ગત બપોરે મદીના ગામમાં હત્યા કરવામાં આવી હતી. રેખાના ભાઈ રાજેશે તેના પતિ અજય અને સસરા પર તેની બહેનની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ જણાવ્યું કે જ્યારે તેની પત્નીએ તેનો મોબાઈલ ઈન્ટરનેટ હોટસ્પોટ શેર ન કર્યું. ત્યારે તેને ગુસ્સો આવ્યો. આ પછી તેણે હથિયાર વડે હુમલો કરીને પત્ની રેખાની હત્યા કરી નાખી.

પોલીસે જણાવ્યું કે ઘટના સમયે રેખા ઘરનું કામ કરતી હતી. આરોપી અજય પણ ઘરે હાજર હતો. તેણે પત્નીને થોડા સમય માટે ઈન્ટરનેટ હોટસ્પોટ શેર કરવાનું કહ્યું હતું, પરંતુ રેખાએ હોટસ્પોટ શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ જોઈને અજય ગુસ્સે થઈ ગયો અને રેખાની હત્યા કરી નાખી. હાલમાં પોસ્ટમોર્ટમ બાદ રેખાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526