રાજકોટઃ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અમીન માર્ગ પર રહેતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ (ઉં.વ. 28) પોતાના નિવાસ્થાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. 26 નવેમ્બર 2024ના રોજ જીતની પૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં તેના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ પૂર્વ મંગેતરે આક્ષેપ કર્યો હતો કે જીત પાબારીએ લગ્નનું આશ્વાસન આપીને બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બાદમાં સગાઈ તોડી નાખી હતી. આ આક્ષેપ બાદ મૃતક ડિપ્રેશનમાં રહેતો હતો. મૃતક જીત રસિક પાબારીની પૂર્વ મંગેતર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2014માં ફેસબુક પર જીતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
થોડા સમયમાં જીતે તેની પસંદગી વ્યક્ત કરી હતી, બંને પરિવારો પણ લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ 8 ઑક્ટોબર, 2021ના રોજ ગોળધાણાની વિધિ રાખવામાં આવી અને 27 જાન્યુઆરી, 2022ના રોજ સગાઈ પણ થઈ ગઈ હતી. ફરિયાદી યુવતીએ આક્ષેપ કર્યો હતો કે સગાઈ બાદ જીતે લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગાઈ તોડી નાખવામાં આવી હતી. યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જે પછી જીત પાબારી માનસિક દબાણમાં આવી ગયો હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે હજુ સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાનો પરિવાર મૂળ જામજોધપુરનો છે
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++