+

સાંસદ રામભાઇ મોકરિયા સામે ED અને IT તપાસની માંગ, સોગંધનામું ખોટું હોવાનો પણ કોંગ્રેસનો આરોપ- Gujarat Post

ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસે ઝંપલાવ્યું, મોકરિયા પર મહેશ રાજપૂતે લગાવ્યાં ગંભીર આરોપ રાજકોટઃ ભાજપના આંતરિક વિવાદમાં હવે કોંગ્રેસે ઝંપલાવ્યું છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ થોડા દિવસ પહેલા એ

ભાજપના આંતરિક ડખામાં કોંગ્રેસે ઝંપલાવ્યું, મોકરિયા પર મહેશ રાજપૂતે લગાવ્યાં ગંભીર આરોપ

રાજકોટઃ ભાજપના આંતરિક વિવાદમાં હવે કોંગ્રેસે ઝંપલાવ્યું છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ થોડા દિવસ પહેલા એક મોટા નેતા પાસે મોટી રકમ લેણી હોવાનો દાવો કર્યો હતો. જેને લઈ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આક્ષેપો કર્યા છે.

મહેશ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, રામ મોકરિયાએ પોતાના સોગંદનામામાં આ વાતનો ઉલ્લેખ કર્યો નથી. જો લેણી રકમ હોય તો તેનો સોગંદનામામાં ઉલ્લેખ કરવો જોઇએ. મોકરિયા વિરુદ્ધ ચૂંટણી પંચમાં રજૂઆત કરાશે. આ નેતા વિજય રૂપાણી અથવા વજુભાઇ વાળા હોય શકે છે તેમ પણ તેમણે કહ્યું છે.

રામભાઈએ સોગંધનામું ખોટું કર્યું છે. સોશિયલ મીડિયામાં રામભાઈ બોલે છે કે કરોડ માંગે છે તો સોગંધનામામાં કેમ ઉલ્લેખ નથી કરતા. રામભાઈ ગુજરાતના લોકો પાસે ખોટું બોલ્યાં છે, રામભાઈનો ટેબલ ઉપરનો વહીવટ છે, તો ઇડી અને ઇન્કમટેક્સ કયારે કાર્યવાહી કરશે.

થોડા દિવસ પહેલા સાંસદ મોકરીયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતુ, ભાજપના એક સિનિયર આગેવાન વર્ષોથી તેમના પૈસા પરત આપતા નથી. તે આગેવાન કરોડપતિ છે પરંતુ તેમની દાનત પૈસા આપવાની નથી. 1990થી રાજકારણમાં સક્રિય છે અને તેઓ જુદા જુદા પદે રહ્યાં છે. 2018નો હિસાબ છે, જે રકમ 2011થી બાકી છે. તેમની પાસે આ બાબતના લેખિત પુરાવા છે. તેમણે ભાજપના નેતાના નામનો ખુલાસો કર્યો નથી. જો કે આ રકમ કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. સાંસદની આ પોસ્ટથી અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter