ગાંધીનગરઃ વિધાનસભામાં કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. કોંગ્રેસે દાવો કર્યો કે અનુસૂચિત જાતિઓ, ઓબીસી અને લઘુમતીઓ માટે અંદાજપત્રીય ફાળવણી બિન અનામત વર્ગોના કલ્યાણ માટે મંજૂર કરવામાં આવેલી રકમ કરતાં ઘણી ઓછી છે. કોંગ્રેસના આ આક્ષેપોનો જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, સરકાર તમામ નબળા વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કોંગ્રેસ પર ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો.
અમિત ચાવડાએ માહિતી માગી હતી
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ફાળવણી કરવામાં આવેલી લોન વિશે માહિતી માંગી હતી. આ અંગે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારે 2021-22 અને 2022-23માં વિભાગ હેઠળ કાર્યરત 10 જુદા જુદા બોર્ડ અને કોર્પોરેશનોને રૂ. 1,167.43 કરોડની લોન અને રૂ. 39.14 કરોડની નાણાંકીય સહાય પૂરી પાડી છે.
ઓછા પૈસા ફાળવવાનું કારણ પૂછ્યું
આ અંગે મંત્રીનાં જવાબમાં દર્શાવેલા આંકડાઓને ટાંકીને ચાવડાએ કહ્યું કે અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓ માટે ફાળવણી બિન અનામત વર્ગો માટે મંજૂર કરાયેલા ભંડોળ કરતાં ઓછી છે. આ 10 બોર્ડ અને કોર્પોરેશનોમાંથી, 8 એસસી, ઓબીસી અને લઘુમતીઓના કલ્યાણ માટે છે. રાજ્યની વસ્તીનો મોટો હિસ્સો હોવા છતાં આ વિભાગોને ઓછું ભંડોળ ફાળવવાનું કારણ શું છે ? તમે બિન અનામત વર્ગો માટે જંગી ભંડોળ ફાળવ્યું છે અને પછાત વર્ગો માટે બહુ ઓછું. આ ભેદભાવ શા માટે છે ?"
કેબિનેટ મંત્રી બાબરીયાએ જવાબ આપ્યો
કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે બોર્ડ અને કોર્પોરેશનો દ્વારા વહેંચવામાં આવતી લોન અને સહાય ઉપરાંત શિષ્યવૃત્તિ અને આવાસ યોજનાઓ દ્વારા એસસી, ઓબીસી અને લઘુમતીઓના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. એસસી અને ઓબીસી માટે કામ કરતા 10માંથી 8 બોર્ડ અને કોર્પોરેશનો માટે, અમે બજેટમાં 293 કરોડ રૂપિયા ફાળવ્યાં છે, જે ગયા વર્ષ કરતાં 50 ટકા વધુ છે. અમારી સરકાર તમામ નબળા વર્ગોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો