ગાંધીનગરઃ નાના ચિલોડા સર્કલથી લીંબડીયા જવાના રસ્તા પર ગંભીર અકસ્માત થયો છે. જેમાં 2 લોકોનાં મોત થયા છે. ટ્રકની પાછળ કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડે કારની બોડી કાપીને મૃતદેહ બહાર કાઢ્યાં હતાં.
નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા કેનાલ બ્રિજ પાસે મધરાત્રે એક ટ્રકની પાછળ મારૂતિ બ્રેઝા કાર ઘૂસી જતા કારનું પડીકું વળી ગયું હતું. જેમાં વિજય કુમાર જાગેટિયા, દીપેશ રાજુભાઇ રમદાણીના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના પતરા કાપીને બંન્નેના મૃતદેહ બહાર કાઢવા પડ્યાં હતા.
પોલીસે હાલમાં મૃતકોના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/