પોરબંદરઃ એરપોર્ટ પર મોટો અકસ્માત સર્જાયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે, પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના પોરબંદરમાં નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન બની હતી. આ અકસ્માતમાં ત્રણ જવાનો શહીદ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
હેલિકોપ્ટરમાં ચાર જવાનો સવાર હતા
હેલિકોપ્ટરમાં બે પાયલટ સહિત ચાર જવાનો સવાર હતા. આઈસીજીના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા છે. આ ઘટના 12 વાગ્યાની આસપાસ બની હતી. ICG નું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) પોરબંદર એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયુ હતું. જેમાં એક જવાનનો બચાવ થયો છે.
Trending :
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++