વડોદરા: 50 લાખ રૂપિયાની લાંચના કેસમાં CBI ની મોટી કાર્યવાહી, GAILના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત 5 ની ધરપકડ કરાઇ

06:51 PM Sep 05, 2023 | gujaratpost

નવી દિલ્હીઃ સીબીઆઇની ટીમે 50 લાખ રૂપિયાની લાંચના કેસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં ગેઇલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે.બી.સિંહની ધરપકડ કરવામાં આવી છે.તેમની સાથે અન્ય 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.નોઈડા, દિલ્હી, વિશાખાપટ્ટનમમાં સીબીઆઇએ દરોડા કરીને તપાસ હાથ ધરી છે. નોઇડામાં સેક્ટર 72 માં કે.બે.સિંહના નિવાસસ્થાને પણ દરોડા કરવામાં આવ્યાં હતા.

ગેસ પાઈપલાઈનના કોન્ટ્રાક્ટમાં આ ભ્રષ્ટાચાર કરાયો હતો અને 50 લાખ રૂપિયાની લાંચ કોઇ કંપની પાસેથી લેવામાં આવી આ કેસમાં વડોદરાના એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર સુરેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી છે,તેમને પણ કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપી હતી.

હાલમાં આ કેસની તપાસમાં અન્ય નામો આવે તેવી શક્યતા છે. સીબીઆઇએ કેટલાક દસ્તાવેજો, મોબાઇલ અને ડિઝિટલ સામગ્રી જપ્ત કરી છે. ગેઇલના અનેક કામોમાં આવા કરોડો રૂપિયાના ગોટાળા બહાર આવે તેવી શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post