+

Canada: ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરને નિશાન બનાવવાની આપી ધમકી, ભારતીય મૂળના સાંસદે કાર્યવાહીની કરી માંગ- Gujarat Post

ટોરેન્ટોઃ કેનેડામાં ફરીથી હિન્દુ મંદિર પર હુમલો કરવાની ધમકી મળી છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદે સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે ખાલિસ્તાની સમર્થકો લક્ષ્મી નારાયણ મંદિરમાં મુ

ટોરેન્ટોઃ કેનેડામાં ફરીથી હિન્દુ મંદિર પર હુમલો કરવાની ધમકી મળી છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદે સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે ખાલિસ્તાની સમર્થકો લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગતા હોવાનો દાવો કર્યો છે.

તેમના વીડિયો મુજબ ગયા અઠવાડિયે ખાલિસ્તાન સમર્થકોએ સરેમાં ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાન સમર્થકો સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઉભી કરવા માંગે છે. આ મામલે ચંદ્ર આર્યએ કહ્યું કે આ બધું વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. તેથી ફરી એકવાર હું કેનેડિયન સત્તાધીશોને કાર્યવાહી કરવા અને કડક પગલાં લેવાનું કહી રહ્યો છું.

આ વર્ષે ઓગસ્ટમાં કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા ખાલિસ્તાન લોકમતના પોસ્ટરો સાથે એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના દરવાજા પરના પોસ્ટરમાં ખાલિસ્તાનના વડા અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો, જે આ વર્ષે જૂનમાં માર્યો ગયો હતો. હાલ ભારત-કેનેડા વચ્ચે સંબંધો તંગ છે ત્યારે સાંસદના આ દાવાથી વાત વધુ વણસી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

facebook twitter