+

Video: બ્રાઝિલમાં ચીમની સાથે અથડાતાં વિમાન તૂટી પડ્યું, 10 લોકોનાં મોત - Gujarat Post

રિયો ડી જાનેરોઃ બ્રાઝિલના ગ્રામડો શહેરમાં મોટી દુર્ઘટના બની હતી. વિમાન દુર્ઘટનામાં એક જ પરિવારના 10 સભ્યોનાં મોત થઇ ગયા હતા. રવિવારે, બ્રાઝિલના પ્રવાસન શહેર ગ્રામડોમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું,

રિયો ડી જાનેરોઃ બ્રાઝિલના ગ્રામડો શહેરમાં મોટી દુર્ઘટના બની હતી. વિમાન દુર્ઘટનામાં એક જ પરિવારના 10 સભ્યોનાં મોત થઇ ગયા હતા. રવિવારે, બ્રાઝિલના પ્રવાસન શહેર ગ્રામડોમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું, એમ નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 10 મુસાફરો અને ચાલક દળના સભ્યો માર્યા ગયા હતા, જ્યારે જમીન પર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.

ક્રેશ પ્લેન પહેલા એક ઘરની ચીમની સાથે અથડાયું, પછી એક બિલ્ડિંગના બીજા માળે અથડાયું અને ગ્રામડોના વિશાળ રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ફોનની દુકાનમાં પડ્યું હતું. ધુમાડાને કારણે જમીન પર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

સ્થાનિક મીડિયાના જણાવ્યાં અનુસાર, અકસ્માતમાં મૃત્યું પામેલા તમામ મુસાફરો એક જ પરિવારના હતા. તેઓ રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યના એક શહેરથી સાઓ પાઉલો રાજ્યમાં મુસાફરી કરી રહ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter