+

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત

કુવૈતઃ વડાપ્રધાન મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કર્ય

કુવૈતઃ વડાપ્રધાન મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કર્યા છે. પીએમ મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે છે. કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.

આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી સાર્વભૌમ અધિકારીઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના સંકેત તરીકે આપવામાં આવે છે. અગાઉ સન્માનિત નેતાઓમાં બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે કુવૈતના બાયન પેલેસ' (કુવૈતના અમીરનો મુખ્ય મહેલ) ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

PM મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા. તેઓ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ ખાડી દેશની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા 1981માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કુવૈત ગયા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બાયન પેલેસ પહોંચ્યા, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું અને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે. કુવૈતના વડા પ્રધાન મહામહિમ શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ શનિવારે ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો અને ભારતીય શ્રમ શિબિરની પણ મુલાકાત લીધી હતી. ભારત કુવૈતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે અને ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય છે.

કુવૈત પણ ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે અને નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 10.47 અબજ યુએસ ડોલર હતો. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના ત્રણ ટકા પૂરા કરે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter