કેનેડાઃ એડમોન્ટનમાં સ્વામીનારાયણ મંદિરની દિવાલ પર મોદી વિરોધી સૂત્રો લખાયા- Gujarat Post

11:01 AM Jul 25, 2024 | gujaratpost

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા હુમલા પછી કેનેડાના આ લિબરલ સાંસદ આર્યએ હિન્દુઓને સાવચેત રહેવા જણાવ્યું

ટોરેન્ટોઃ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. એડમોન્ટનમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં બીએપીએસ હિન્દુ મંદિરમાં તોફાનીઓએ ઘૂસી જઈને તોડફોડ કરી હતી, એટલું જ નહીં પરંતુ ભારત-વિરોધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મંદિરની દિવાલો પર સૂત્રોચ્ચારો લખવામાં આવ્યાં હતાં.

આ માહિતી આપતાં ભારતીય વંશના કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ આપતા જણાવ્યું કે આ દુષ્કૃત્ય ખાલીસ્તાનીના ટેકેદારોનું છે. જેથી કેનેડા અને ભારત વચ્ચે વણસેલા સંબંધો વધુ ખરાબ થવાની શક્યતા છે.

પોસ્ટમાં આર્યએ જણાવ્યું કે બીએપીએસનું એડમોન્ટન સ્થિત મંદિર ફરી હુમલાઓનો ભોગ બન્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગ્રેટર ટોરેન્ટો એરિયામાં બ્રિટિશ કોલંબિયામાં અને કેનેડાના અન્ય ભાગોમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ થવાની ઘટનાઓ વધતી જ જાય છે. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે ખાલીસ્તાનીઓ જાહેરમાં ધિક્કારયુક્ત પ્રવચનો કરતા રહે છે, રમખાણો પણ કરતા રહે છે, તે પછી એ તેઓ સરળતાથી છટકી જાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526