નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બંને રાજ્યોમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. આ વખતે મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન જંગી જીત તરફ આગળ છે. ભાજપ પોતાના દમ પર 133 સીટો જીતી શકે છે. આ સિવાય યુપી પેટાચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 9માંથી 7 બેઠકો મળી છે. પીએમ મોદીએ ભાજપની જીત પર અભિનંદન પાઠવ્યાં હતા. મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, આજે મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં જૂઠ, છેતરપિંડી અને ભત્રીજાવાદનો પરાજય થયો છે. તેમણે કહ્યું કે હું આ જીત માટે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને અભિનંદન આપું છું. આજે યુપી, ઉત્તરાખંડ અને રાજસ્થાનની પેટાચૂંટણીમાં પણ ભાજપે અનેક બેઠકો પર જીત મેળવી છે. આસામ, મધ્યપ્રદેશ અને બિહારમાં પણ NDAનું સમર્થન વધ્યું છે. આ દર્શાવે છે કે દેશ હવે માત્ર વિકાસ ઈચ્છે છે.
PM એ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ, શાહુજી મહારાજ, મહાત્મા ફુલે, સાવિત્રી બાઈ ફૂલે, બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકર, બાળા સાહેબ ઠાકરે જેવી મહાન હસ્તીઓની ભૂમિએ આ વખતે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે મહારાષ્ટ્રે ભાજપના નેતૃત્વમાં ગઠબંધનને આશીર્વાદ આપ્યા છે, ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. આ ભાજપના ગવર્નન્સ મોડલ પર મંજૂરીની મ્હોર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હરિયાણા બાદ મહારાષ્ટ્રની ચૂંટણીનો સૌથી મોટો સંદેશ એકતાનો છે. એક હૈ તો સૈફ હૈ- આ આજે દેશનો મહાન મંત્ર બની ગયો છે. કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમનું માનવું હતું કે બંધારણના નામે અને આરક્ષણના નામે જૂઠું બોલીને તેઓ SC/ST/OBCને નાના-નાના જૂથોમાં વહેંચી દેશે. મહારાષ્ટ્રે કોંગ્રેસ અને તેના સહયોગીઓના આ ષડયંત્રને સંપૂર્ણપણે ફગાવી દીધું છે.
મોદીએ કહ્યું કે 'હું કોંગ્રેસના લોકોને અને તેમના સાથીઓને પણ કહું છું કે તેઓ કાન ખોલીને સાંભળે.. હવે દુનિયાની કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે.' કોંગ્રેસ હવે પરોપજીવી પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસ માત્ર પોતાની જ નહીં પરંતુ તેના સાથી પક્ષોને પણ ડૂબાડી રહી છે. આજે આપણે મહારાષ્ટ્રમાં પણ આવું જ જોયું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Delhi: Prime Minister Narendra Modi says, "...I am not born to sit back and relax. The day is not far when India will become the third-largest economy in the world. Together, we will move forward, united, and achieve every goal we set for ourselves..." pic.twitter.com/erBsvZzMuW
— IANS (@ians_india) November 23, 2024