છેલ્લે વર્ષ 2020માં લિવરપૂલની ટીમે ટ્રોફી જીતી હતી
તે સમયે કોરોના મહામારી ફેલાઈ હોવાથી લોકો જશ્નમાં સામેલ થઈ શક્યા ન હતા
લંડનઃ બ્રિટનના લિવરપુલમાં સોમવારે એક શખ્સે પોતાની કાર જશ્ન મનાવી રહેલા ફૂટબોલ ફેન્સ પર ચડાવી દીધી હતી. પ્રીમિયર લીગમાં લિવરપૂલ ફૂટબોલ ક્લબની જીત બાદ વિક્ટરી પરેડનું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ભીડની અંદર કાર ઘૂસી આવતા 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 20 લોકોને સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે 'લિવરપૂલના દ્રશ્યો ભયાવહ છે. ઘટનાથી પ્રભાવિત તથા ઈજાગ્રસ્ત થયેલા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. ત્વરિત પ્રતિક્રિયા માટે પોલીસનો આભાર.'
કોરોના મહામારી બાદ લિવરપૂલની ટીમ પ્રથમ વખત વિજેતા બની હોવાથી મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થઈને જશ્ન મનાવતા હતા ત્યારે આ ઘટના બની હતી.
ADMIN POST.
— Tommy Robinson
A new angle of the suspected terror attack on crowds celebrating in Liverpool, shows the car making impacts with pedestrians.
It's looking very intentional from this view.
Prayers out to the victims. pic.twitter.com/OPyun51ApY
A car rammed into a packed crowd celebrating Liverpool's Premier League title victory on Monday leaving 27 people hospitalised, but police rule out terrorismhttps://t.co/RxGXMtNzKh pic.twitter.com/ddsqjcWXtH
— AFP News Agency (@AFP) May 27, 2025