કોંગોઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં લાકડાની મોટરવાળી બોટમાં આગ લાગી હતી. આ ઘટના બાદ કોંગો નદીમાં બોટ પલટી ગઈ હતી, જેમાં 148 લોકોના મોત થયા છે.
મીડિયા રિપોર્ટ્સમાં શુક્રવારે સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર મંગળવારે ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં કોંગો નદીમાં બોટ પલટી ગઈ ત્યારે મહિલાઓ અને બાળકો સહિત 500 મુસાફરો સવાર હતા.
કોંગોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. કોંગોના ગામડાઓ વચ્ચે પરિવહનનું મુખ્ય સાધન જૂની લાકડાની બોટ છે અને ઘણીવાર તેમાં માલસામાન ભરેલો હોય છે. આ કારણે, કોંગોમાં ઘણા બોટ અકસ્માતો થાય છે.
અધિકારીઓનો અંદાજ છે કે ઘણા લોકો હજુ પણ ગુમ છે. HB કોંગોલો નામની બોટ જ્યારે માટનકુમુ બંદરથી બોલોમ્બા પ્રદેશ જઈ રહી હતી ત્યારે મ્બાન્ડાકા શહેર નજીક આગ લાગી હતી.
લગભગ 100 બચી ગયેલા લોકોને સ્થાનિક ટાઉન હોલમાં એક કામચલાઉ આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યારે દાઝી ગયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક મહિલા રસોઈ બનાવી રહી હતી ત્યારે આગ લાગી હતી. મહિલાઓ અને બાળકો સહિત ઘણા મુસાફરો પાણીમાં કૂદી પડ્યા હતા, જેથી તેમના મોત થયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++