વોશિંગ્ટન: ગુરુવારે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં 20 વર્ષીય યુવકે અંધાધૂંધ ગોળીબાર કરતા ભય ફેલાયો હતો. આ લોહિયાળ રમતમાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે અને છ લોકો ઘાયલ થયા છે. આશ્ચર્યજનક વાત એ હતી કે હુમલાખોર બીજું કોઈ નહીં પણ તે એક પોલીસ અધિકારીનો પુત્ર છે. જેણે તેની માતાની જૂની સર્વિસ પિસ્તોલનો ઉપયોગ કરીને આ ગુનો કર્યો હતો.પોલીસે તેને ગોળી મારીને કાબુમાં લીધો હતો અને હવે તે કસ્ટડીમાં છે.
સવારે લગભગ 11.50 વાગ્યે યુનિવર્સિટીમા કોઇ પ્રોગ્રામ ચાલુ હતો, તે સમયે ગોળીબારના અવાજથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હચમચી ગયા હતા. હુમલાખોર જેનું નામ ફોનિક્સ ઇકનર હોવાનું કહેવાય છે, તે જ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તેણે વિદ્યાર્થી સંઘની બહાર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ડરથી અહીં-ત્યાં દોડી રહ્યાં હતા.
માતાની પિસ્તોલથી ફેલાયો આતંક
પોલીસના જણાવ્યાં અનુસાર, ફોનિક્સે તેની માતાની જૂની સર્વિસ પિસ્તોલથી હુમલો કર્યો હતો. તેની માતા 18 વર્ષથી અહીની ઓફિસમાં કામ કરે છે અને તેને એક મોડેલ કર્મચારી માનવામાં આવે છે.
પોલીસે હુમલાખોર પર ગોળીબાર કર્યો
પોલીસના જણાવ્યાં અનુસાર હુમલાખોરે પોલીસના આદેશોની અવગણના કરી હતી, ત્યારબાદ પોલીસે હુમલાખોર પર ગોળીબાર કર્યો હતો અને તેને ગોળી વાગતા ઘાયલ થયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અનેક પોલીસ એજન્સીઓ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++