પટનાઃ તાજેતરમાં બિહારમાં પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા થયા હતા. વિપક્ષી પાર્ટીઓએ પણ સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. હવે ગોપાલ ખેમકા હત્યા કેસમાં પોલીસે એક પછી એક અનેક મોટી કાર્યવાહી કરી છે. તાજેતરના કેસમાં એસટીએફએ હત્યાના આરોપી વિકાસ ઉર્ફે રાજાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
આરોપી રાજાનું એન્કાઉન્ટર કરાયું
ગોપાલ ખેમકા હત્યા કેસમાં મંગળવારે સવારે મોટા સમાચાર સામે આવ્યાં છે. આરોપી વિકાસ ઉર્ફે રાજા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. મળતી માહિતી મુજબ, રાજાએ ખેમકાની હત્યામાં સામેલ શૂટરને હથિયાર આપ્યું હતું. પટનાના માલસલામી વિસ્તારમાં STFના દરોડા દરમિયાન રાજાએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ પછી આરોપી રાજાને બદલાની કાર્યવાહીમાં માર્યો ગયો.
શૂટરની ધરપકડ, કોન્ટ્રાક્ટના પૈસા કેટલા આપવામાં આવ્યાં હતા ?
અગાઉ પોલીસે ગોપાલ ખેમકાની હત્યામાં સંડોવાયેલા શૂટરની પણ ધરપકડ કરી હતી. શૂટરની ઓળખ ઉમેશ તરીકે થઈ હતી. ઉમેશ પટના શહેરનો રહેવાસી છે. તે વિજયના નામથી દિલ્હીમાં રહેતો હતો. ગોપાલ ખેમકા હત્યા કેસમાં 10 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. શૂટરને 1 લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યાં હતા. શૂટર 24 જૂને દિલ્હીથી પટના આવ્યો હતો. આ કેસમાં હજુ ઉંડી તપાસ ચાલુ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++