(પ્રતિકાત્મક ફોટો)
Crime News: બિહારના મોતિહારીમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. બિહાર પોલીસમાંથી નિવૃત્ત થયેલા ઈન્સ્પેક્ટર એસએન શર્મા પોતાના જ ઘરમાં ગંદું કામ કરાવતા હતા. પોલીસ દરોડો પાડવા પહોંચી તો નજારો જોઈને ચોંકી ગઈ હતી. ઘરમાંથી બે મહિલાઓ અને ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. મોતિહારી પોલીસે જણાવ્યું કે એસપી સ્વર્ણ પ્રભાતની સૂચના પર મોતિહારીમાં ટ્રેઇની ડીએસપી મધુ કુમારી અને મોહમ્મદ વસીમ ફિરોઝના નેતૃત્વમાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રિટાયર્ડ ઈન્સ્પેક્ટર એસએન શર્મા, બબીતા કુમારી અને ચાંદ તારા ખાતૂનની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.
પોલીસના જણાવ્યાં અનુસાર, મોતિહારી શહેરના રેલ્વે લાઇનની બાજુમાં આવેલા અગ્રાવા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. પોલીસને આ સેક્સ રેકેટની માહિતી મળી હતી અને તેને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ઘરનો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતાં ન ખૂલતાં પોલીસ પાછળથી ઘરમાં પ્રવેશી હતી.
પોલીસે એસએન શર્માના ઘરની તલાશી લીધી અને ત્યાંથી મોટી સંખ્યામાં કોન્ડોમ અને શક્તિવર્ધક દવાઓ મળી આવી હતી. દરોડા દરમિયાન પોલીસે તેના ઘરેથી બેંક ઓફ બરોડાના બે ચેક પણ કબ્જે કર્યા હતા. તેમાં વિકાસ તિવારી નામના યુવકની સહી છે. એક ચેકમાં એક લાખ રૂપિયા અને બીજા ચેકમાં બે લાખ રૂપિયા લખેલા હતા. પોલીસે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે આ ગેંગમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++