પટના: બિહાર વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. આ દરમિયાન, NDA ફરી એકવાર બિહારમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે NDAએ નોંધપાત્ર લીડ મેળવી લીધી છે. શરૂઆતના વલણોના આધારે NDA એ બહુમતી માટે 160 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. NDA હાલમાં 160 થી વધુ બેઠકો પર આગળ છે. હાલમાં મત ગણતરી ચાલુ છે. NDA વધુ બેઠકો પર આગળ વધી શકે છે.
બિહારમાં વિજયનો જાદુઈ આંકડો
2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. ચૂંટણી પરિણામો સાંજ સુધીમાં જાહેર થઇ જશે. બિહારમાં, NDA પ્રચંડ વિજય માટે તૈયાર દેખાય છે, જ્યારે મહાગઠબંધન પાછળ રહેતું દેખાય છે. બિહારમાં સરકાર બનાવવા માટે બહુમતી જરૂરી 122 છે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કાની મતદાન થયું હતુ. મતદાનનો પહેલો તબક્કો 6 નવેમ્બરે થયો હતો, બીજો તબક્કો 11 નવેમ્બરે થયો હતો. બંને તબક્કામાં મતદાન 67.13 ટકા રહ્યું હતું, જે 1951 પછી સૌથી વધુ છે. બિહારના લોકોએ ભારે મતદાન કર્યું છે. આજે પરિણામોનો દિવસ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/