+

ગુજરાત ATS નું ઓપરેશન: ગઝવા-એ-હિન્દના બે આતંકવાદીઓને ઝડપી લીધા

સિદ્ધપુર અને મુંબઈના આતંકીઓની ધરપકડ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા RDX બોમ્બ બનાવવાનો હતો પ્લાન અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) દેશ વિરોધી કાવતરાનો પર્દા

  • સિદ્ધપુર અને મુંબઈના આતંકીઓની ધરપકડ
  • કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  • RDX બોમ્બ બનાવવાનો હતો પ્લાન

અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) દેશ વિરોધી કાવતરાનો પર્દાફાશ કરીને બે કટ્ટરપંથી આતંકીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠિત થઈને ભારતમાં અશાંતિ ફેલાવવા અને લોહિયાળ ખેલ ખેલવાની ફિરાકમાં હતા. એટીએસને મળેલી ચોક્કસ બાતમીને આધારે સિદ્ધપુરથી ઈરફાન પઠાણ (22 વર્ષ) ની ધરપકડ કરવામાં આવી હતી.

ઈરફાનની પૂછપરછમાં મુંબઈના મૂર્શિદ શેખ (21 વર્ષ) નું નામ ખુલતા, એટીએસની ટીમે મુંબઈ જઈ તેની પણ અટકાયત કરી છે. હાલ કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલમાંથી વાંધાજનક સામગ્રી અને ચેટ્સ મળી આવ્યાં છે. જેમાં તેઓ રાજકીય નેતાઓ અને RSS સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવી દેશમાં ભયનું વાતાવરણ ઉભું કરવા માંગતા હતા. 

આરોપીઓ RDX અને અન્ય વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બોમ્બ કેવી રીતે બનાવવો તેની તાલીમ લેવા અને અન્યને આપવાના આયોજનમાં હતા.

તેમનો ઉદ્દેશ ભારતમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવી ગઝવા-એ-હિન્દની સ્થાપના કરવાનો અને શરિયત કાયદો લાગુ કરવાનો હતો. ઈરફાન સોશિયલ મીડિયા દ્વારા ISIS અને અન્ય આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારોનું સ્મગલિંગ કરવાનું ષડયંત્ર કરી રહ્યાં હતા.

ATSને આરોપીઓના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી અનેક એવા ગ્રુપ મળી આવ્યાં છે જેમાં કટ્ટરપંથી સાહિત્ય પીરસવામાં આવતું હતું. આ યુવકો દેશભરના સમાન વિચારધારા ધરાવતા લોકોને ભેગા કરીને ફંડ ઉઘરાવવાનું આયોજન કરી રહ્યાં હતા.

facebook twitter