+

અમદાવાદ ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો ગાજ્યો, AIMIMની ચીમકી સામે બજરંગ દળનો જવાબ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને અમદાવાદમાં પ્રચાર દરમિયાન લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જમાલપુર વોર્ડના AIMIM ઉમેદવાર અબ્દુલ અહદે એક જાહેર સભામાં ગંભીર આક્ષેપ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને અમદાવાદમાં પ્રચાર દરમિયાન લવ જેહાદનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જમાલપુર વોર્ડના AIMIM ઉમેદવાર અબ્દુલ અહદે એક જાહેર સભામાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા લવ જેહાદના નામે અમદાવાદના ચાર મુસ્લિમ યુવકોને માર મારવામાં આવ્યો છે, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અબ્દુલ અહદે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો અમે ચૂંટણીમાં સફળ થઈશું, તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આવા તત્વોને રોકીશું અને તેમને પાઠ ભણાવીશું.

AIMIMના આ નિવેદન સામે બજરંગ દળના નેતા જ્વલિત મહેતાએ અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી. તેમણે અબ્દુલ અહદના આંકડાઓને પડકારતા ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, તમારા આંકડા ખોટા છે, અમે 4 નહીં પણ 400ને માર્યા છે અને તેમને નાગીન ડાન્સ'પણ કરાવ્યો છે.  જો કોઈ પણ મુસ્લિમ યુવક હિન્દુ બહેન-દીકરીઓ સાથે લવ જેહાદનું ષડયંત્ર કરશે, તો તેની હાલત આવી જ કરવામાં આવશે. AIMIMના નેતાઓ જો પોતાના સમાજના છોકરાઓની ચિંતા કરતા હોય, તો તેમને હિન્દુ દીકરીઓથી દૂર રહેવાની સલાહ આપે.

સ્થાનિક સ્વરાજ્યની કે વિધાનસભાની ચૂંટણીઓ વખતે અવારનવાર આવા સંવેદનશીલ મુદ્દાઓ ઉછળતા હોય છે. જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રકારના નિવેદનોથી મતોનું ધ્રુવીકરણ થવાની શક્યતા છે. એક તરફ AIMIM લઘુમતી મતોને એકત્રિત કરવા સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહી છે, તો બીજી તરફ બજરંગ દળ હિન્દુત્વના મુદ્દે રક્ષણની વાત કરી રહ્યું છે.

બન્ને પક્ષોના ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે શહેરમાં શાંતિ ડહોળાય નહીં તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને જાહેરમાં માર મારવાની વાત સ્વીકારનારા નેતાઓ સામે આગામી સમયમાં કાયદાકીય ગાળિયો કસાય છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.

facebook twitter